અમદાવાદમાં આકાર પામશે વધુ એક મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ.. કામગીરીની શરૂઆત

ગાંધીઆશ્રમના રી- ડેવલપમેન્ટના કામગીરીનો આરંભ થઈ ગયો છે. ગાંધીઆશ્રમ પાસે ઠાકોર વાસના મકાનનું ડીમોલેશન કામ શરૂ કરવામાં આવ્યું છે. આશ્રમના ડેવલપમેન્ટમા આશ્રમ પાસે આવેલા ઠાકોર વાસે સહમતી આપી હતી …ઠાકોર વાસની સહમતી બાદ ઠાકોર વાસના રહીશોને નાણા ચૂકવાય હતા. ચેક આપ્યા બાદ હવે આશ્રમના ડેવલપમેન્ટ કામગીરી હેતુ ડીમોલેશન કામગીરી શરૂ કરવામાં આવશે.
પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ મનાતા 1200 કરોડના સાબરમતી આશ્રમ રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ છે. રાજ્ય સરકાર દ્વારા 1200 કરોડના સાબરમતી ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટ માટે નિવૃત્ત આઈએએસ આઈ.કે. પટેલની એક વર્ષ માટે નિમણૂંક પણ કરી દીધી છે.
આશ્રમના ડેવલપમેન્ટ પ્લાનમાં વર્લ્ડક્લાસ ફેસિલિટીનો સમાવેશ
સાબરમતી આશ્રમની વર્લ્ડ કલાસ ફેસિલિટી માટેનો આખો મેપ તૈયાર થઇ ગયો છે. સમગ્ર વિસ્તારને સાયલન્ટ ઝોન બનાવવામાં આવશે અને તેની સાથે આશ્રમની સાથે જોડાયેલા તમામ મકાનોને હેરિટેજ સ્વરૂપમાં બનાવવામાં આવશે. અહીં ૫ વિશ્વસ્તરીય મ્યુઝિયમ અને ફેટો ગેલેરી બનાવવામાં આવશે. ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે.
ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્લાનની હાઈલાઈટ્સ
આશ્રમને મૂળ સ્થિતિમાં જાળવીને વર્લ્ડક્લાસ બનાવાશે
૧૨૦૦ કરોડનો ખર્ચ, ૫ મ્યુઝિયમ-૧ અદ્યતન લાયબ્રેરી
આશ્રમવાસીઓના મકાનને બનાવાશે હેરિટેજ પ્લેસ
આશ્રમના ૩૦૦ જેટલા મકાનને હેરિટેજનું સ્થાન
સમગ્ર સંકુલને સાયલન્ટ ઝોન જાહેર કરાશે
આશ્રમમાં રહેનારાને અંદર અલગ જગ્યા અપાશે
હાલના આશ્રમવાસીને બહારના ભાગે ટેનામેન્ટ ફળવાશે
ગાંધી સંશોધન અને વિકાસ, વિસ્તાર માટે નવો વિભાગ શરૂ થશે
હરિજન આશ્રમ, ગૌશાળા ટસ્ટ્ર, ખાદી ભવનનો વિસ્તાર થશે
હાલનો રસ્તો બંધ કરી ત્યાં વોક વે બનાવવામાં આવશે