રાજ્યમાં વધુ એક પેપરકાંડ – ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પરીક્ષાનું પેપર ફૂટ્યું

રાજ્યમાં વધુ એક પેપર કાંડ થયું હોવાનો આક્ષેપ લાગ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પરીક્ષા ફૂટ્યું હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સબ ઓડિટરની પરીક્ષાના પેપર ફોડવામાં ભાજપના ચૂંટાયેલા સભ્યની સંડોવણી સામે આવી છે.
યુથ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાનો ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, મુખ્યમંત્રી પેપર ફોડો અભિયાન ગુજરાતમાં ચાલે છે. ઑક્ટોબર મહિનામાં સબ ઓડીટરની પરીક્ષાનું પેપર ફૂટયું હતું.
9મી ઓકટોબરના રોજ ધોળકાની એક સોસાયટીમાં પેપર ફૂટયું હતું. રાણપુર તાલુકા પંચાયતના હાલના પ્રમુખ વિનોદ સોલંકીની સંડોવણી છે. ચાર્જશીટમાં પણ વિનોદ સોલંકીનું નામ સામેલ છે. ભાજપના ચૂંટાયેલા સભ્ય પેપર ફૂટવાની ઘટનામાં સંડોવાયા છે. વિનોદ સોલંકી બે મહિનાથી ફરાર છે. આ પરીક્ષા પણ ગૌણ સેવા પસંદગી મંડળે જ લીધી હતી. સબ ઓડિટરની પરીક્ષાના પેપર ફોડવામાં ભાજપના ચૂંટાયેલા સભ્યની સંડોવણી સામે આવી છે.
યુથ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાનો ભાજપ પર આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રી પેપર ફોડો અભિયાન ગુજરાતમાં ચાલે છે. ઑક્ટોબર મહિનામાં સબ ઓડીટરની પરીક્ષાનું પેપર ફૂટયું હતું.