એશિયાની પ્રથમ નંબરની ગણાતી બનાસ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન ની આવતીકાલે વરણી થશે. જેનો કાર્યક્રમ આવતી કાલે 11:00 વાગ્યે બનાસડેરીમાં યોજાશે.

આ કાર્યક્રમ નિયામક મંડળના સભ્યો અને આગેવાનોની હાજરીમાં કરવામાં આવશે. બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરી ની વરણી થશે. બનાસ ડેરીનું સમગ્ર નિયામક મંડળ બિનહરીફ જાહેર કરવામાં આવ્યું છે. બનાસ ડેરીમાં કુલ સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો રોજનું 50 લાખથી વધુ લીટરનું દૂધ ભરાવે છે. વાર્ષિક 9 હજાર કરોડ રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતી બનાસ ડેરી માત્ર ભારતની જ નહીં પરંતુ એશિયાની સૌથી મોટી દૂધ ડેરી છે.