ગુજરાત સહિત ભારતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચેલા છે. જેના લીધે સામાન્ય લોકોને ભારે હાલાકી થઈ રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 ની પાર ચાલી રહ્યા છે. જ્યારે આ બાબતમાં અર્જુન મોઢવાડિયા દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. તેમને આ ટ્વીટ દ્વારા પેટ્રોલ અને ડિઝલના વઘતા ભાવને લઈને મોટું નિવેદન આપ્યું છે.

તેમને જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના ધારાસભ્યો ખરીદવા ખાનગી પેટ્રોલીયમ કંપનીઓને લુંટની છુટ આપી છે. પેટ્રોલ ડિઝલની તંગીનું નાટક રચી ભાજપા સરકારે ખાનગી કંપનીઓને લુંટ કરવાનો પરવાનો આપ્યો છે. ખાનગી પેટ્રોલ કંપનીઓ પેટ્રોલ પાંચ થી દસ રૂપિયા અને ડિઝલ 10 થી 31 રૂપિયા માંઘુ વેચી રહી છે. મહારાષ્ટ્રના ધારાસભ્યો ખરીદવા પૈસાની વસુલી થઇ રહી છે.

અર્જુન મોઢવાડીયાએ વધુમાં જણાવ્યું છે કે, સરકારી પેટ્રોલીયમ કંપનીઓને સરકારે ઓઇલના જથ્થામાં કાપ મુક્યો અને પુરતો જથ્થો આપતી નથી. ખાનગી કંપનીઓને મન ફાવે તે ભાવ લેવાની છુટ આપવામાં આવી છે. સરકારો તોડવા ઉઘરાણુ કરવા માટે આ છુટ અપાઇ છે. પ્રજાને આ લુંટથી મરણતોલ ફટકો પડશે. આ ભાવ વધારની અસર કોમોડીટી પર પડશે. ભાજપને વિનંતી કે ધારાસભ્યોની ખરીદી ઓછી થાય તો વાંધો નહી પણ પ્રજાને મારવાનું બંધ કરો.