રાજ્યમાં માર્ગ અકસ્માતમાં લોકોના અવારનવાર મોત થતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે, જે માર્ગ અકસ્માતમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઈને સરકાર દ્વારા લોકોને ઘણી ચેતવણીઓ આપવામાં આવતી રહે છે ઘણા નિયમો પણ બહાર પાડવામાં આવેલ છે લોકો સરકારના આ નિયમોનું પાલન કરતા નથી જેના કારણે આવા અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર નજીક કડું કેનાલ પાસે અમદાવાદ થી આવતા પરિવારને અકસ્માત નડ્યો છે, જે અકસ્માતમાં ઘટનાસ્થળે ચાર લોકોના મોત થયા છે. દેદાદરા ગામે ધાર્મિક પ્રસંગમાં આવતા હતા તે સમયે હોન્ડાઈ કંપનીની વરના કાર પલટી ખાઈ જતા ઘટનાસ્થળે જ ત્રણ પુરુષ અને એક મહિલાનું મોત નિપજીયું છે. બે બાળકોને હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પરિવાર અમદાવાદ રાણીપ વિસ્તારમાંથી દેદાદરા ગામએ ધાર્મિક પ્રસંગ માં આવતા હતા કાર પલટી ખાઇ જતાં આ ઘટનાસ્થળે પરિવારના ચાર સભ્યના મોત થયા છે. સમગ્ર મામલે શોકની લાગણી વ્યાપી જવા પામી છે. અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર સી.યુ. શાહ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.