ગુજરાત છેલ્લા કેટલાંક સમયથી ચોરી, દુષ્કર્મ, લુંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે.

દિન-પ્રતિદિન લુંટ, ચોરી, ચીલઝડપ સહિતના બનાવો વધી રહ્યાં છે. કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ છૂટી જતા. ધંધો ન રહેતા લોકો ગુનાખોરીના માર્ગે વધ્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે. જે રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. એવામાં આજે સુરતમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે.

સુરતના વરાછા વિસ્તારની ઘટના સામે આવી છે. એક કિશોરી પર રેપ કરનાર વિધર્મી યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. લગ્ન કરવાની લાલચ આપી પડોશી યુવક કિશોરી ને ભગાડી ગયો હતો. કિશોરીના પિતાએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી. પોલીસે સીસીટીવી ચેક કરતા વિધર્મી યુવક કિશોરીને લઇ ગયો હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું.

તેની સાથે યુવકે કિશોરીને સીતાનગર પાસે રૂમમાં રાખી શરીર સબંધ બાંધ્યો હતો. બીજા દિવસે યુવક ઘરે આવતા વરાછા પોલીસ ઊંચકી લીધો હતો. પોલીસે પૂછપરછ કરતા સમગ્ર કબૂલાત કરી હતી. પોલીસે યુવકની ધરપકડ કરી તેની સામે બળાત્કાર સાથે ઍટ્રોસિટી ઍક્ટની કલમો સાથે ગુનો દાખલ કર્યો હતો.