સુરેદ્રનગર ના તત્કાલીન કલેકટર કે રાજેશની આખરે ધરપકડ કરવામાં આવી છે. CBI એ ગત મોડી રાત્રે ધરપકડ કરી છે. CBI એ કે રાજેશ વિરુદ્ધ ગુનો નોંધ્યા ના 57 માં દિવસે ધરપકડ કરી છે. ગુજરાત માં IAS લોબી માં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.

ગુજરાત માં ચાલુ ફરજે કોઈ IAS ની ધરપકડ નો પ્રથમ બનાવ સામે આવ્યો છે. જમીન માં કૌભાંડ અને હથિયાર લાયસન્સ માં રૂપિયા ના વહીવટ નો આક્ષેપ કર્યો છે. કે રાજેશ નું નામ રાજકોટ ના નવા એરપોર્ટ નજીક ની જમીન મુદે પણ ઉછળ્યું છે. બામણબોર જમીન પ્રકરણ ખુલશે તો રાજકોટ ના રાજકીય અગ્રણીઓ ના રાજ ખૂલી શકે છે. આજે કે રાજેશ ને કોર્ટ માં રિમાન્ડ અર્થે CBI રજુ કરી શકે છે.

સુરત માં કે રાજેશ DDO હતાં ત્યારે સુરેદ્રનગર માં કલેકટર તરીકે હતા ત્યારની કામગીરી માં શંકાસ્પદ વ્યવહાર કર્યો હતો. કે રાજેશ સામે ACB માં 136 થી વધુ ફરિયાદ પેન્ડિંગ રહેલા છે. સુરેદ્રનગર માં હથિયાર ના લાયસન્સ ઇસ્યુ માટે રૂપિયા ની માંગ અને ચેક થી રકમ સ્વીકારતા હોવાનો આક્ષેપ કર્યો છે.