ગુજરાતમાં આવનારા સમયમાં વિધાનસભાની ચુંટણી આવવાની છે. તેની સાથે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય બનેલી છે. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી પહેલા જ તેની તૈયારીઓ શરુ કરી દીધી છે. એવામાં પાટીદાર અગ્રણીને નરેશ પટેલને પોતાની પાર્ટીમાં જોડવા માટે દરેક પાર્ટી દ્વારા એડીચેડીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. એવામાં હવે તેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

રાજકોટમાં નરેશ પટેલના રાજકારણ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ અને કુંવરજી બાવળીયા વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હોવાની ચર્ચા છે. નરેશ પટેલ અને કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના CM નરેશ પટેલ તો DY.CM કુંવરજી બાવળિયા બનાવવા માટેની ચર્ચા છે.

તેની સાથે પાટીદાર અને કોળી સમાજની જ્ઞાતિ આધારે વોટ બેન્ક કબ્જે કરવાની કોંગ્રેસની તૈયારી છે. રાજ્યમાં 85 લાખ પાટીદાર અને 74 લાખ કોળી સમાજનું મતદાન છે. પાટીદાર અને કોળી સમાજના મત ચૂંટણીમાં નિર્ણાયક હોય છે.

નોંધનીય છે કે. રાજકોટના કાગવડ ખાતે પાટીદાર અગ્રણીઓની આ અગાઉ બેઠક યોજાઈ હતી. તે દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું કે વર્ષ 2022માં પાટીદાર મુખ્યપ્રધાન બને તેવી સમાજની ઇચ્છા છે. તેવી વાત કરવામાં આવી હતી. તેના લીધે દરેક પાર્ટી તેમને જોડાવવા માટે પ્રયાસ કરી રહી છે.