અતિવૃષ્ટિના કારણે પાકને થયેલા નુકસાનને લઈને ખેડૂતો દ્વારા સહાય ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી છે. જેમાં હવે 33% થી વધુ નુકસાન થયેલા ખેડૂતોને જ સહાય ચૂકવવામાં આવશે. 33% થી વધુ નુકસાન હશે તો જ તેમના વિશે સહાય પેકેજની વિચારણા કરવામાં આવશે. વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ઓસર્યું ન હોવાથી સર્વેની કામગીરી શરૂ થઈ શકી નથી.

સર્વેની કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ જ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે. મહેસુલ વિભાગ કૃષિ વિભાગ અને નાણાં વિભાગના સંકલન આધારે સહાય પેકેજ નક્કી કરવામાં આવશે. 33% થી વધુ નુકસાન થયેલા ખેડૂતોને એસ ડી આર એફ ના નિયમો આધારિત સહાય ચૂકવવામાં આવશે. બિયારણ નું ધોવાણ થયેલા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે નહીં. બિયારણ ધોવાણ નુકસાનની સહાય આપવાની જોગવાઈ નથી.

અતિવૃષ્ટિને પગલે પણ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે આવા ખેડૂતો માટે સહાય ચૂકવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. રાજ્યમાં મહેસૂલ, કૃષિ અને નાણા વિભાગના સંકલનના સહાય પેકેજ નક્કી કરાશે. 33%થી વધુ નુકસાનીમાં SDRFના નિયમોને આધારિત સહાય ચૂકવાશે. જો કે, બિયારણનું ધોવાણ થવા પર સરકાર દ્વારા સહાય નહીં ચૂકવવામાં આવે.