વડોદરાની ક્ષમા બિંદુએ પોતાની સાથે આત્મવિવાહ કરી લીધા છે. 8 જૂને સાંજે પોતાના ઘરે જ તેને આત્મવિવાહ કરી લીધા છે. જે અગાઉ 11 જૂને લગ્ન કરવાની જાહેરાત કરી હતી. આ મંદિરમાં આત્મવિવાહ કરવાનો વિરોધ થતાં ઘરે જ લગ્ન કર્યા હતા. ક્ષમાના 8 થી 10 મિત્રો આત્મવિવાહમાં હાજર રહ્યા છે. પૂજારી ન મળતાં બ્લુ ટૂથ પર મંત્ર વગાડી પોતાને જાતે ફેરા ફરી હતી. ક્ષમાએ વિરોધના ડરે ગુપ્ત રીતે આત્મવિવાહ કર્યા છે.

ક્ષમા બિંદુના આત્મવિવાહને લઈને ભાજપ નેતા સુનિતા શુક્લએ વિરોધ કર્યો હતો. ત્યારે આ વિરોધના વંટોળ વચ્ચે નક્કી કરેલી તારીખના બે દિવસ અગાઉ ગુપ્ત રીતે આત્મવિવાહ કરી લીધા છે. ક્ષમા બિંદુએ ગઈકાલે સાંજે પાંચ વાગ્યે લગ્ન કર્યા હતા. આ દરમિયાન તેને સ્પીકરના માધ્યમથી મંત્રો સાંભળી લગ્ન વિધિ પૂર્ણ કરી હતી. જેને શરૂઆતમાં ગણેશ પૂજા કરી પોતાને વરમાળા પહેરાવી હતી. ત્યારબાદ સિંદૂર અને મંગળ સૂત્રની વિધિ પૂર્ણ કરી અને બાદમાં ફેરા લીધા હતા.

ક્ષમાએ જણાવ્યું હતું કે, હું ખુબ જ ખુશ છું. લગ્ન બાદ મારી જિંદગી બહેતર થઈ ગઈ છે. હવેથી મારે કોઈના પર નિર્ભર નહીં રહેવું પડે. ભવિષ્યમાં હું કોઈની પત્ની નહીં બનું અને બીજા લગ્ન પણ નહીં કરું. મારે મારા લગ્નની નોંધણી કરાવી છે.