વાંકાનેર મોરબી ડેમુ ટ્રેનને ઉથલાવવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી છે. મેઇન્ટેનન્સ પૂર્ણ થયા બાદ મોરબી થી વાંકાનેર તરફ મુસાફર વગર જતી ડેમુ ટ્રેનને ઉથલાવવા પ્રયાસ કરાયો છે. 3 થી 3.30 વાગ્યા ના અરસામાં મકનસર થી વાંકાનેર વચ્ચે ટ્રેન ઉથલાવવા પ્રયાસ થયો છે.

બ્રોડગેજ લાઇન પાસે બાવળ અને ઇંટના કટકા મૂકી ટ્રેન ઉથલાવવા પ્રયાસ કરાયો હતો. સિનિયર સેક્શન એન્જીનીયર સુરેશકુમાર ગૌતમ (ઉ.વ.50) એ ફરિયાદ નોંધાવી છે. રેલવેને નુકશાન પહોંચાડવા કોશિશ બદલ અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે.

રેલવે પોલીસે ભારતીય રેલ અધિનિયમ 1989 ની કલમ 150-(1)-(એ) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તેની સાથે એક વાત સ્પષ્ટ છે કે, ગુજરાતમાં છેલ્લા થોડા સમય કેટલાક લોકો આતંકવાદી કરામતો કરવામાં આવી રહી છે. એવામાં આ સમાચાર ચિતા વધારનાર છે.