સુરત ઉકાઇ ડેમ પર સત્તાધીશોની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ વર્ષે ઉકાઇ ડેમના કેચમેન્ટમાં સમયસર વરસાદ આવે તેની તંત્ર રાહ જોઈને બેઠું છે. જે કલેકટર, પાલિકા, સિંચાઇ-ઉકાઇ ડેમના અધિકારીઓની કેચમેન પર નજર રાખવામાં આવી રહી છે. ઉપરવાસની નદીઓના પટ સુકો ભઠ્ઠ છે, ત્યારે આ વખતે ઉકાઇ ડેમ સુધી પાણી આવતા થોડો સમય લાગશે. જુલાઇમાં ઉકાઇ ડેમમાં પાણી આવવાની શકયતા જણાઈ રહી છે. આ વર્ષે ઉકાઇ ડેમ રૃલલેવલથી ચાર ફુટ નીચે 316.80 ફુટે હોવાથી સતાધીશોને રાહત મળી છે.

ઉકાઈ ડેમમાં હાલમાં 3409 mcm પાણી એટલે કે 45.98 % જેટલું પાણી ઉપલબ્ધ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા ત્રણ વર્ષથી સંતોષકારક વરસાદ નોંધાતા વરસાદી પાણીની સીધી આવક ઉકાઈ ડેમમાં થતી હોય છે. ત્યારે ચોમાસાની શરૃઆત સાથે જ ચાર મહિના સુરતીલાલાઓ તેમજ જિલ્લા કલેકટર, પાલિકા કમિશ્નર, સિંચાઇ-ઉકાઇ ડેમના અધિકારીઓ ઉકાઇ ડેમ પર ચાંપતી નજર રાખતા થઇ ગયા છે.

ઉકાઇ ડેમમાં વધુ પાણીનો જથ્થો આવે તો મેઇન્ટેઇન કરી શકાય તે માટે સતાધીશો દ્વારા રૃલલેવલ નક્કી કરાયા છે. જે આ વર્ષે હવામાન ખાતા ની આગાહી પ્રમાણે સારો વરસાદ નોંધાઇ તો ઓગસ્ટના અંતે જ ડેમ માંથી પાણી છોડાવવાની શક્યતા છે.