રાજ્યમાં ફરીથી ઠંડીનો દોર શરૂ થઈ ગયો છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. જ્યારે હજુ પણ રાજ્યમાં ઠંડી વધવાના અણસાર જોવા મળી રહ્યા છે. જ્યારે આ ઠંડીની મજા માણતા સવારમાં જોગીંગ કરતા લોકો જોવા મળી જાય છે.

જ્યારે આ દરમિયાન હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 24 થી 30 ડિસેમ્બરથી સુધીમાં વાતાવરણ પલટો આવશે. 24 થી 30 ડિસેમ્બરમાં કમોસમી વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે આ વરસાદના અનુમાન બાદ ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.

તેની સાથે મોર્નિંગ વોકર્સ અને કસરત કરતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ વધવાના કારણે ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે. ધુમ્મસ ભર્યું વાતાવરણ હોવાના કારણે વાહનચાલકોને વાહનોની લાઈટ્સ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તેના લીધે સવારમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.