રાજ્યમાં સતત લોકો ભાવ વધારાથી ત્રાહિમામ પોકારી ગયા છે. હાલના સમયગાળામાં પેટ્રોલ-ડીઝલના ભાવ તો લોકો રોવળાવી રહ્યા છે ત્યાં બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં મધ્યમવર્ગની કમર તોડી નાખી છે. છેલ્લા થોડા મહિનાઓથી સ્થિર રહેલા ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો થયો છે. સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે 15 રૂપિયાનો ભાવ વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2075 પહોંચ્યો છે.
સિંગતેલના ડબ્બાનો ભાબ 2275 રૂપિયા થયો છે.

ઓપન માર્કેટમાં કપાસનો ભાવ રેકર્ડ બ્રેક રહેતા કપાસિયા તેલના ભાવ ઊંચકાયા છે. મગફળીમાં ડિમાન્ડ રહેતા સિંગતેલના ભાવ પણ વધ્યા છે.

મોંઘવારીને અંકુશમાં લેવા માટે નાણા મંત્રાલય દ્વારા સાત કોમોડિટીના ફ્યુચર ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપવામાં આવ્યો છે. સેબી દ્વારા તમામ ઓર્ડર પર 1 વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકાર જેના કારણે આશા છે કે, તેનાથી મોંઘવારી નિયંત્રણમાં આવી જશે.