પોલીસકર્મીઓ માટે માઠા સમાચાર, ગ્રેડ પે બાબતે હજી જોવી પડશે રાહ

ગાંધીનગર પોલીસ ગ્રેડ પે મામલો ઘણા સમયથી ચર્ચામાં બનેલ છે. જે પોલીસ ગ્રેડ પે મામલે સોશ્યિલ મીડિયા પર માંગ કરવામાં આવી હતી. જે પોલીસ ગ્રેડ પે કમિટીના 60 દિવસ પૂર્ણ થઇ ગયા છે. 60 દિવસ બાદ પણ ગૃહ વિભાગને રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. જે 60 દિવસમાં રિપોર્ટ સોંપવાની બાંહેધરી
આપી હતી. ત્યારે આ પોલીસકર્મીએ ગ્રેડ પે બાબતે હજી રાહ જોવી પડશે. નાણાં વિભાગમાં ગ્રેડ પે બાબતે કોઈ રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. 60 દિવસ બાદ પણ કમિટી ચોક્કસ નિર્ણય લઈ શકી નથી.
રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓ સરકાર પાસે ગ્રેડ-પે વધારવાની માંગ કરી રહ્યાં હતા. સોશિયલ મીડિયામાં પણ પોલીસકર્મીઓ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. અનેક પોલીસકર્મીઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સરકાર પાસે ગ્રેડ-પે વધારવાની માંગ કરી રહ્યાં હતા.
નોંધનીય છે કે, ગુજરાતમાં પોલીસકર્મીઓના (Gujarat Police ) ગ્રેડ પેમાં (Grade Pay) વધારો કરવામાં આવે તે અંગેનું આંદોલન જોરશોરથી શરૂ થયું હતું. ગુજરાત રાજ્યના ASI, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલના ગ્રેડ પે ખૂબ જ ઓછા છે, જેના બદલે 4200, 3600, 2800 ગ્રેડ પે કરવામાં આવે. ગુજરાતના તમામ પોલીસ કર્મચારીઓનો ફરજનો સમય નક્કી કરવામાં આવે અને 8 કલાકથી વધારે નોકરીમાં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી. ત્યારે હવે આ આંદોલનમાં જોડાઈ વિભાગ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ જામનગર એસઆરપી ગ્રુપ ૧૭ના નરેશ ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.