વાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. એક વાર ફરી દાજ્યા પર દામ સમાન જેવી વાહનચાલકોની સ્થિતિ રહેલી છે. સતત ચોથી વાર પેટ્રોલડીઝલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. જ્યારે વિધાનસભાની ચુંટણી બાદ સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવા લાગ્યો છે. આ નવો ભાવ વધારો આજ સવારના 6 વાગ્યાથી લાગૂ થયો છે.

રાજકોટ સહિત સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત ભાવ વધારો થયો છે. સતત ચાર દિવસથી પેટ્રોલ ડિઝલના ભાવ વધી રહ્યા છે. પેટ્રોલના ભાવમાં 79 પૈસાનો વધારો થયો છે. આજના પેટ્રોલના ભાવ 98.41 થયા છે. ડિઝલના ભાવમાં પૈસાનો 81 વધારો થયો છે. આજના ડિઝલના ભાવ 92.54 થયા છે. તેના લીધે લોકોના બજેટ ખોરવાયું ગયું છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ખુબ જ વધારો થયો છે. તે કારણોસર અત્યારે ડીઝલ કંપનીઓને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લિટર પડી રહ્યું છે. તેની સાથે પેટ્રોલ પણ મોંઘા ભાવે પડી રહ્યું છે.