રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં બૅન્ક હડતાળ પાડવામાં આવી છે. બીજા દિવસે કરોડોનું ક્લિયરિંગ અટવાયું છે. રાજકોટ શહેરમાં 700થી વધુ બૅન્ક કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. રાષ્ટ્રીકૃત બેંકો ના ખાનગીકરણ ના ખરડા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટ શહેરમાં ATM પર આધાર રાખવામાં આવી રહ્યો છે. જયારે કેટલાક ATM માં નાણાં ખૂટયાની ગ્રાહકોમાં ફરિયાદ વધી છે.

જો કે બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયન દ્વારા બે દિવસીય હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં બેંકોના ખાનગીકરણને લઇ ખરડો પસાર કરવા જઈ રહી છે. ત્યારે સરકારના આ ખાનગીકરણ સામે વિરોધ નોંધાવી બેંક યુનિયનો દ્વારા રાષ્ટ્રીય વિરોધ નોંધાવી આજ અને આવતીકાલ બે દિવસ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. બે દિવસની બેંક હડતાળના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કરોડોનું ટર્ન ઓવર ખોરવાયું છે. રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણના વિરોધમાં શરૂ થયેલી સરકારી બેન્કોની હડતાલનો આજે બીજો દિવસ છે, બે દિવસમાં અંદાજે 20 હજાર કરોડથી પણ વધુના વ્યવહારો અટકી જતા ભારે દેકારો મચી જવા પામ્યો છે.

સરકારી ક્ષેત્રની બેન્કો સાથે જોડાયેલા 70 હજારથી વધુ કર્મચારીઓ બે દિવસ સુધી કામથી અળગા રહેતા ઔદ્યોગિક સહિતના ક્ષેત્રો સંબંધિત કરોડો-અબજો રૂપિાયના ટ્રાન્જેક્શન ઠપ્પ થઇ ગયા હતા, તો ચેક સહિતના પેમેન્ટ અટકી પડતા નાણાકીય વ્યવહારો ખોરવાયા હતા.