બેંકોના ખાનગીકરણ સહિતના અન્ય સરકારી નિર્ણયોના વિરોધમાં અલગ-અલગ કર્મચારી યુનિયન દ્વારા 28-29 માર્ચે હડતાળ પાડવામાં આવી હતી. પરંતુ હવે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં આજથી બેંકો પૂર્વવત શરૂ થઈ ગઈ છે. એવામાં ચાર દિવસ બાદ આજે બેંકો ખુલી છે.

નોંધનીય છે કે, શનિવાર-રવિવારે રજા અને સોમ મંગળ બેંક હડતાળ હતી. આ કારણોસર કરોડો ના આર્થિક વ્યવહારો ખોરવાયા હતા. રાજકોટ ના 2000 સહીત 7000 બેંક કર્મીઓ આજથી ડ્યુટી પર લાગી ગયા છે. પોસ્ટ ઓફિસ એલ આઇસી અને ઇન્કમ ટેક્સ કર્મીઓની હડતાળ સમેટાઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં સતત બેંકોના ખાનગીકરણને લઈને વિવાદ ઉભો થઈ રહ્યો હતો. એવામાં સરકારી નિર્ણયોના વિરોધમાં અલગ-અલગ કર્મચારી યુનિયનો દ્વારા 28-29 માર્ચના હડતાળ પાડવામાં આવી હતી. તેના લીધે બેંકોના કામકાજ પર અસર પડી હતી. એવામાં 26 અને 27 માર્ચના શનિવાર અને રવિવારના કારણે બેંકો બંધ રહી હતી. જેના લીધે ચાર દિવસ બેંકોમાં રજા હતી. હવે એવામાં ફરીથી બેંકો શરૂ થઈ ગઈ છે.