બેન્કર્સ હાર્ટ ગ્રુપની વડોદરા – સુરતની 5 હોસ્પિટલો સહિત 7 સ્થળો એ ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. વડોદરાની ઓલ્ડ પાદરા રોડ, વારસીયા અને માંજલપુર ખાતેની હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. બેંગલુરુ અને મુંબઈમાં પણ તપાસ કરાશે. બેંકર્સ ગ્રુપની વડોદરા ની 3 અને સુરતની બે હોસ્પિટલ ના સંચાલક ડો. દર્શન બેંકર ના નિવસ્થાને પણ દરોડા પડ્યા છે.

બેંકર હોસ્પિટલ ના પી.આર.ઓ, એકાઉન્ટ અને ડો. દર્શન બેંકર ના નિવાસ્થાને આઇ.ટી વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તમામ આર્થિક વ્યવહાર ના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી છે. સુરતની સ્ટેન્ટ બનાવતી કંપનીના કનેકશનમાં ડો.દર્શન બેંકર આઈ.ટીના રડારમાં આવ્યા છે. સ્ટેન્ટ બનાવતી કંપનીની મુંબઇ અને સુરત ઓફિસ માં પણ આઈ. ટી ની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સિવાય દર્દીઓ ના હાર્ટ બ્લોકેજ ના કારણે મુકાતા સ્ટેન્ટ બનાવતી સુરત ની એક કંપનીના કનેકશનમાં આઈ.ટી ની તપાસ નો રેલો બેંકર ગ્રૂપ નીચે આવ્યો છે. આર્થિક વ્યવહારો ના દસ્તાવેજોની ચકાસણી ની તપાસ બે થી ત્રણ દિવસ લંબાય તેવી શક્યતા રહેલી છે. બેનામી આર્થિક વ્યવહાર ની શક્યતા છે. કોરોના કાળ દરમિયાન 1.34 લાખ દર્દીઓ નોંધાયા હતા. બેંકર્સ હોસ્પિટલ સહિત અનેક ખાનગી હોસ્પિટલમાં દર્દીઓને લાખો ના બિલો બન્યા હતા જે બાદ દર્દીઓ ના પરિજનોએ હોસ્પિટલમાં હોબાળો પણ મચાવ્યો હતો.