જો તમારે બેંકનું કામ હોઈ તો આ સમાચાર તમારા માટે ખાસ છે. કેમકે બેંકો ચાર દિવસ બંધ થવા જઈ રહી છે. જેના કારણે જો તમારે કોઈ બેંકનું કામ હોઈ તો તમે જલ્દી પતાવી દો નહીંતર તમે તમારા કામ ચાર દિવસ સુધી કરી શકશો નહીં. કેમકે આવા જ સમાચાર રાજકોટમાંથી સામે આવ્યા છે.

રાજકોટમાં ચાર દિવસ બેન્કો બંધ રહેશે. તેની સાથે શનિ-રવિ-રજા અને સોમ મંગળ બેન્કો હડતાળ કરશે. ચાર દિવસ બેન્કો બંધ હોવાથી કરોડોનું ટન ઓવર ખોરવાશે. તેની સાથે રાજકોટમાં ચાર દિવસ બેન્કો બંધ થતાં 20 હજાર કરોડના વ્યવહારો ખોરવાશે. નાણાકીય વર્ષના અંતિમ દિવસોમાં જ બેન્કો બંધ રાખતા મોટી મુશ્કેલી થશે.

નોંધનીય છે કે, મહા ગુજરાત બેન્ક એમ્પ્લોઈઝ અસોસિએશન(MGBEA)ના સભ્યો દ્વારા આ બાબતમાં જાહેરાત કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા પ્રસ્તાવિત જાહેર ક્ષેત્રની બેન્કોના હિતમાં ન હોય તેવી નીતિઓનો વિરોધ કરવા માટે દેશભરમાં હડતાળ કરાશે. MGBEA ના એક અનુમાન મુજબ, બે દિવસ બેન્કો બંધ રહેવાને કારણે લગભગ 20,000 કરોડના ટ્રાન્ઝેક્શન પ્રભાવિત રહેવાનું છે.