સુરતમાં સતત ગુનાખોરીના બનાવો સામે આવી રહ્યા છે. સુરતમાં છેલ્લા થોડા સમયથી યુપી-બિહાર જેવી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં અવારનવાર લુટફાટ, ચોરી, છેતરપિંડીની ઘટના સામે આવતી રહે છે. સુરતમાં એવામાં એક છેતરપીંડી ની ઘટના સામે આવી છે.

સુરતના વરાછા સીમાડાના દંપતીએ મકાન વેચાણમાં છેતરપિંડી કરી છે. દંપતીએ મકાન વેચાણ પેટે 40.10 લાખ લઇ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નહીં અને સતત 5 વર્ષ સુધી મકાન દલાલને રકમ પરત આપવાની લાલચ આપી હતી. દંપતીએ મકાન ઉપર બેન્કમાંથી લોન પણ લીધી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા દંપતી સામે ઠગાઈની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, કાપોદ્રાના સ્કાય લાઈટ શોપિંગ સેન્ટરમાં એસ્ટેટ બ્રોકર તરીકે ઓફિસ ધરાવનાર
રમેશ વલ્લભ કુકડીયા દ્વારા પાંચ વર્ષ અગાઉ પુણા-સીમાડા રોડ પર આવેલ યોગેશ્વર રો હાઉસમાં મકાન નં. એ 175 રોહિત ધીરૂભાઇ ત્રાપસીયા પાસેથી 35.10 લાખમાં ખરીદવાનો સોદો કરવામાં આવ્યો હતો. પરંતુ તેમ છતાં રમેશ વલ્લભ કુકડીયા આ મકાન માટે બાદમાં ફરીથી 5 લાખ માંગ્યા તો તેની ભરપાઈ કરી દીધી હોવા છતાં પાંચ વર્ષથી મકાન રોહિત ધીરૂભાઇ ત્રાપસીયાને નામે કરવામાં આવ્યું નહોતું. આ કારણોસર દંપતી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.