વિધાનસભાની ચુંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. એવામાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. એવામાં હવે વિધાનસભા ચૂંટણી પૂર્વે અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડતી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં મેટ્રો ફેઝ-1 નું 82 ટકા કામ પૂર્ણ થયું છે. ફેઝ-1 માં મોટાભાગનું કન્સ્ટ્રક્શન કામ પૂર્ણ થઈ ગયું છે. ફેઝ-1 માં નિકોલથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રૂટ રહેલો છે. નિકોલ-થલતેજ રૂટ માં 6 કિમિ ટનલ નું કામ પૂર્ણ થઈ ગયું છે. ગ્યાસપુર-મોટેરા રૂટ પર પ્રિ-ટ્રાયલ રન ચાલુ કરાયો છે.

તેની સાથે 2015 માં મેટ્રોના કામનો પ્રારંભ કરાયો હતો. 2019 લોકસભા પૂર્વે માત્ર 6 કિમિ મેટ્રો શરૂ કરાઇ હતી. વિધાનસભા ચૂંટણી પૂર્વે સમગ્ર પ્રથમ ફેઝ આયોજન શરૂ કરવાનું છે. હાલ બીજા ફેઝનું મોટેરાથી ગાંધીનગરનું કામ પણ પ્રગતિ હેઠળ રહેલ છે. ભારત સરકારે છેલ્લા બે વર્ષમાં શેરમૂડી અને પેશગી પેટે 201 કરોડ ફાળવ્યા છે. વિધાનસભા ચૂંટણી પૂર્વે અમદાવાદીઓને મેટ્રોની ભેટ આપવા ઝડપભેર કામગીરી ચાલી રહી છે.