રાજ્યમાં ધીરે-ધીરે વરસાદની એન્ટ્રી થઈ રહી છે. એવામાં અમદાવાદમાં વરસાદની એન્ટ્રી પહેલા AMC ચેતી ગયું છે. AMC એ પાણી પેહલા પાળ બાંધી દીધી છે. તાજેતરમાં થયેલા ખોદ કામ વાળા રોડ પર બેરિકેતિંગ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં 2200 જેટલા રોડ બેસી જવાની સંભાવનાઓ રહેલી છે.

ચોમાસા દરમિયાન રોડ સેટલમેન્ટ થવાની સંભાવનાઓ છે. જાહેર ચેતવણીના બોર્ડ અને રસ્તા ફરતે બેરીકેટ મારવામા આવ્યા છે. રાહદારીઓએ જાહેર ચેતવણી બોર્ડ વાળા રોડ પર પસાર ન થવા એએમસી ની અપીલ છે. ચોમાસા માં રાહદારીઓ અને વાહન ચાલકો ખાડામાં પડવાની ઘટના બનતી હતી.

તેની સાથે ઘટનાઓ રોકવા એએમસી પહેલાથી જ આગોતર આયોજન કર્યું છે. એએમસી સોશિયલ મિડીયા માધ્યમથી ૨૨૦ સેટલમેન્ટ રોડની યાદી જાહેર કરશે. પ્રિ મોન્સુન કામગીરી દરમિયાન શહેર માં ખોદકામ થયું હતું. નોંધનીય છે કે, અમદાવાદમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અમદાવાદમાં બે દિવસમાં હળવા વરસાદની એન્ટ્રી થશે.