ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ, છેતરપિંડી અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. આ છેતરપિંડીનો બનાવ સુરત શહેરમાંથી સામે આવ્યો છે.

સુરત બેંકમાં કેવાયસી અપડેટ ના નામે લીંક મોકલી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ છે. હૈદરાબાદ અને સુરત પોલીસે સંયુકત ઓપરેશન પાર પાડ્યું છે. મુખ્ય સૂત્રધાર રવિ બોરડા સહિત ત્રણ યુવકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. હૈદરાબાદ સાયબર પોલીસ માં ૨૦ લાખની ઓનલાઈન ચિટિંગ ની ફરિયાદ નોંધાઇ હતી. આ ૨૦ લાખની ચીટિંગ નો રેલો સુરત સુધી પહોંચ્યો હતો.

હૈદરાબાદ પોલીસની તપાસમાં જે ડેબિટ કાર્ડમાં રૂપિયા જમા થતા હતા, તેનું એડ્રેસ સુરતનું હતું. આરોપી રવિ બોરડા પાસેથી ૫૦૦ જેટલા ડેબિટ કાર્ડ મળી આવ્યા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ચારેય આરોપીઓને હૈદરાબાદ પોલીસને સોંપી દીધા છે.