બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ઇન્ડસ્ટ્રીના તે સ્ટાર્સમાંથી આવે છે જે સોશિયલ મીડિયા પર ઘણા એક્ટીવ રહે છે. તે અવારનવાર નવી પોસ્ટ કરી ચાહકોની ઉત્સુકતા વધારતા રહે છે. જ્યારે આજે મહાનાયક અમિતાભ બચ્ચન પોતાના ૭૯ માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. જેના કારણે તેમના ચાહકો તેમનો અનોખા અંદાજમાં સેલીબ્રેટ કરી રહ્યા છે.

આ અંતર્ગત સુરતમાં આજે મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે. સુરતમાં અમિતાભ બચ્ચન નો અનોખો ચાહક જોવા મળ્યો છે. દિવ્યાંગ કુમાવત નાનમાં આ ચાહકે અમિતાભના 9 હજારથી વધુ ફોટોનું કલેક્શન કર્યું છે. જેના કારણે તે ચર્ચામાં આવી ગયો છે.

સુરતના આ ચાહક દ્વારા 1999 થી અખબારો અને મેગેઝીનમાં છપાતા અમિતાભના ફોટોસનું કલેક્શન કરવામાં આવ્યું છે. તેની સાથે દર વર્ષે અમિતાભ ના જન્મદિનને 11 વૃક્ષનું વાવેતર પણ આ ચાહક કરે છે. જ્યારે ઘરે એકરૂમ અમિતાભ ફોટોનું એક્ઝિબિશન માટે ફાળવી દીધો છે.