રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત ચાર મહાનગરોમાં 1 ફેબ્રુઆરીથી રાત્રી કફર્યુને લઈને ફેરફાર કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુંની સમય મર્યાદામાં વધુ એક કલાકની છુટ આપવામાં આવી છે. આ અગાઉ રાત્રીના ૧૦ વાગ્યા સુધી કર્ફ્યું લગાવવામાં આવ્યું હતું હવે તેમાં ફેરફાર કરતા રાત્રીના ૧૧ વાગ્યા સુધી કરી દેવામાં આવ્યું છે.

હવે રાત્રી કર્ફ્યુંમાં છુટ મળતા રાજકોટમાં હવે એસ.ટી. બસના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટમાં હવે એસટી બસ રાત્રીના ૧૦:૪૫ સુધી ઉપડશે. રાત્રી કરફ્યુનો સમય ઘટતા નિગમ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે ત્રણ મહિના બાદ લાંબા રૂટની બસ શરૂ થશે.

નોંધનીય છે કે, રાજકોટવાસીઓ માટે આ સારા સમાચાર છે કેમકે છેલ્લા થોડા મહિનાઓથી એસ.ટી બસ ૯:૪૫ સુધી જ ચાલતી હતી. આ કારણોસર લાંબાગાળાના મુસાફરોને વધુ ફાયદો થશે.