સુરત શહેરના વકીલોએ એક મોટો નિર્ણય લીધો છે. જે સુરત શહેરના વકીલોએ રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજારી કરતા લોકો સામે નિર્ણય લીધો છે. જેમને આ રેમડેસિવીર ઇન્જેક્શનના રેકેટના આરોપીઓનો કેસ નહીં લડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સુરાય વકીલ મંડળ દ્વારા ઓનલાઈન બેઠકમાં લેવામાં આવ્યો છે. કોરોના કાળમાં માનવતા નેવે મુકતા લોકોને પાઠ ભણાવવો જરૂરી છે. જેને લઈને આ વકીલો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આ બાર એસો.ના નિર્ણયનો કેટલો અમલ થાય તે હવે જોવું રહ્યું છે.

નોંધનીય છે કે, કોરોનાકાળમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વચ્ચે મેડિકલ માફિયાઓ કાળાબજાર કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાં આવા રેમડેસિવીર ઇન્જેક્શનના બ્લેકમાં વેચનાર ઇસમ ઝડપાયા અને બજારમાં નકલી રેમડેસિવીર ઇન્જેક્શન બનાવીને વેચી રહ્યા છે. જેના કારણે અનેક પરિવારના લોકોના જીવ જોખમમાં મુકાય રહ્યા છે. ત્યારે સરકારે પણ તેને લઈને તપાસ તેજ કરી દીધી છે અને આવા બ્લેકમાં વેચાતા રેમડેસિવીર ઇન્જેક્શનને રોકવા યોગ્ય પગલાંઓ ભરી રહી છે.

જો કોઇ આરોગ્યલક્ષી સેવાની જરૂરીયાતનો ફાયદો ઉઠાવી રેમડેસિવીર ઇન્જેક્શન તથા ઓક્સિજનની કાળાબજારી કરતા અસામાજીક તત્વો ઉપર પોલીસ સતત વોચ રાખી રહી છે. જો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા પકડાશે તો સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે. જો આવી પ્રકારની કાળાબજારી કરતા ઇસમોની હકિકત ધ્યાને આવે તો અત્રે જીલ્લા પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.