મોટા સમાચાર – AAP ગુજરાતના ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિત નેતાઓના આવશે જેલની બહાર

રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાના પેપરલીક મામલે ગાંધીનગરના ભાજપ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને ભાજપના સભ્યો વચ્ચે ઘર્ષણને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે પોલીસ ફરિયાદ બાદ તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ગુજરાતમાં આપના નેતાઓ અને મહિલા કાર્યકરોની ધરપકડ થતા દિલ્લીથી આપના ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ તાત્કાલિક અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ મહેશ સવાણી અને ગુલાબસિંહ યાદવ બંનેએ અન્નજળનો ત્યાગ કર્યો હતો,
થોડા દિવસ અગાઉ મહિલા નેતાઓને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. આ તમામ મહિલા નેતાઓને 6 શરત સાથે જામીન આપવામાં આવ્યા છે. કેસ સાથે સંકળાયેલા કોઈપણ સાક્ષીને ડરાવવા કે ધમકાવવા નહીં. કોર્ટની પરવાનગી વગર દેશ છોડવો નહીં. એક અઠવાડિયામાં કોર્ટમાં પાસપોર્ટ જમા કરાવવો પડશે. ચાર્જશીટ ફાઈલ ના થાય ત્યાં સુધી ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનની હદમાં દાખલ ના થવું. કેસ ચાલે ત્યાં સુધી લાગતા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવી પડશે. કોર્ટની મંજૂરી વગર ફોન નંબર કે સરનામું બદલવું નહીં.
AAP ગુજરાતના નેતાઓ, પદાધીકારીઓ અને કાયકર્તા દ્વારા ગાંધાનગર કમલમ કાર્યાલય ખાતે આવેદન પત્ર મામલે થયેલ ધરપકડ બાબતે કોર્ટ દ્વારા આજે તમામના જામીન મજુંર કરાવામાં આવ્યા છે