સુરતને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરત ડાયમન્ડ બુર્સને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત ડાયમન્ડ બુર્સનો દેશ વિદેશમાં પ્રચાર કરવામાં આવશે. ડાયમન્ડ બુર્સના પ્રચાર અને પ્રસાર માટે 80 દેશની સ્થાનિક ભાષામાં ડોક્યુમેન્ટરી બનાવવામાં આવશે.

તેની સાથે જુદા જુદા દેશોમાં સ્થાનિક ભાષાની ડોક્યુમેન્ટરી થકી 6 મહિના પ્રચાર માટે પ્રસારિત કરવામાં આવશે. ડાયમન્ડ બુર્સ કમિટીએ એજન્સી બેઠક કરી પ્રચાર માટે રણનીતિ ઘડવામાં આવશે. પ્રસાર માટે ગુરુવારે એજન્સી સાથે કમિટી દ્વારા મિટિંગ કરવામાં આવશે.

આ સિવાય ડાયમન્ડ બુર્સ કમિટી દ્વારા પ્રસાર માટે 22-22 મિનિટના અલગ અલગ એપિસોડ બનાવવામાં આવશે. તેની સાથે 80 દેશોમાં 6 મહિના સુધી પ્રસારીત કરવામાં આવશે. ડાયમન્ડ બુર્સનું કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું છે, હવે તેનો પ્રચાર કરવામાં આવશે. જ્યારે આ રીતે સુરત ડાયમન્ડ બુર્સનો દેશ વિદેશમાં પ્રચાર કરાશે.