કોરોના સંક્રમણમાં ધીમે ધીમે ઘટાડો થતા…રાજ્ય સરકાર દ્વારા અનેક છૂટછાટ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ગણેશ ચતુર્થી બાદ નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી હતી. જો કે, રાવણ દહનને લઈને અસમંજસ લોકોમાં જોવા મળી રહી હતી.

ત્યારે ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાવણ દહનની મંજૂરી કોવિડ ગાઈડલાઈન પ્રમાણે આપી છે. આ મુદ્દે અમદાવાદથી રાવણ દહનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોવીડ ગાઈડલાઈનના નિયમ પ્રમાણે જ દશેરાનુ રાવણદહન થશે.

ભાડજના ઇસ્કોન મંદિર ખાતે રાવણ દહનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોના કાળમા રાવણના પુતળાની સાઇઝ ઓછી કરવામા આવી છે.
રાવણ દહનમા રામાયણના પ્રાસંગિક નુત્ય નહિ કરવામા આવે. પ્રસાદ વિતરણ કરવામાં આવશે નહિ. લોકોને બેસવા માટેની સુવિધા પણ નહિ રાખવામા આવે. લાઈન પ્રમાણે પ્રવેશ આપવામા આવશે. માસ્ક, સહિતના કોવીડ નીયમોનુ પાલન કરવાનુ રહેશે.