અમદાવાદમાં છેલ્લા થોડા મહિનાથી તૈયાર કરવામાં આવેલ નરોડા-ચિલોડાના જોડાતા બ્રિજને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નરોડા-ચિલોડાને જોડતા બ્રિજને આજે ખુલ્લો મુકાશે. સાંજે 5 કલાકે નરોડા રેલવે ઓવર બ્રિજને મુખ્યમંત્રી ખુલ્લો મુકશે. ચિલોડા, હિંમતનગર હાઇવેને બ્રિજ જોડતો રહેલો છે.

બ્રિજને લઈ મહિનાથી વિવાદ ચાલી રહ્યો હતો. સ્થાનિકો બ્રિજને જલ્દી ખુલ્લો મુકવા દેખાવો કરી ચુક્યા છે. બ્રિજના નામકરણને લઇ બે સમાજો આમને-સામને જોવા મળી રહ્યા છે. બ્રિજ બનતા વાહન ચાલકોને 3 કિમી ઓછું ફરીને જવું પડશે. ચિલોડા-નરોડાને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે.

નોંધનીય છે કે, શહેરના નવનિર્મિત નરોડા રેલવે ઓવરબ્રિજ છેલ્લાં ઘણા મહિનાથી તૈયાર થઇ ગયો હોવા છતાં તેનું હજુ સુધી ઉદ્ઘાટન કરવામાં આવ્યું નહોતું. તેના કારણે ત્યાંના સ્થાનિક લોકો 4 કિલોમીટર ફરીને જવા માટે મજબૂર બન્યા છે. આ કારણોસર સ્થાનીકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો. એવામાં હવે આ સમાચાર લોકોને રાહત પહોંચાડશે.