રાજકોટના બહુચર્ચિત પોલીસ ના 95 લાખ ના કથિત તોડ નો મામલો હાલ ચર્ચાનો વિષય બનેલો છે. એવામાં આ કેસને લઈને અવનવી જાણકારી સામે આવતી રહે છે. એવામાં આજે પણ આ બાબતમાં મોટી જાણકારી સામે આવી છે. તેમાં અલ્તાફ છ આંગળી નું વધુ એક વખત નિવેદન લેવામાં આવશે.

તેની સાથે જાણકારી સામે આવી છે કે, ડી સી પી ઝોન-1 પ્રવીણ કુમાર મિણા જેલમાં અલ્તાફનું નિવેદન લેવા માટે જશે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ના પૂર્વ પી આઈ વી કે ગઢવીનું નિવેદન લેવામાં આવ્યું છે. પી એસ આઈ જેબલીયાનું નિવેદન લેવાયું છે. તપાસમાં તમામ નિવેદનોમાં વિરોધાભાસ રહેલો છે. અગાઉ તો અલ્તાફનું નિવેદન જેલમાં લેવાયું હતું. હત્યાં ના ગુનામાં અલ્તાફ પાસેથી 95 લાખ તોડ થયા નો આક્ષેપ સાથે તપાસ કરવામાં આવી રહી છે.

તેની સાથે ફરિયાદીનું માનીએ તો હત્યામાં સામેલ અલ્તાફ નામના શખ્સને મદદ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા કથિત રીતે 95 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જેની તપાસ ડીસીપી ઝોન-1 ને સોંપવામાં આવેલ છે. જ્યારે આ તપાસમાં આ અગાઉ અલ્તાફની બે પત્નીઓને બોલાવી નિવેદન લેવામાં આવ્યું હતું. ૯૫ લાખ તોડકાંડ મામલે રાજકોટ જ્વેલર્સના સોનું વહેંચ્યું હતું. આરોપીના પત્નીએ સોનું વહેંચી પૈસા આપ્યા હોવાનું DCP ને નિવેદન આપવામાં આવ્યું હતું.