રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ૧૨ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના કહેર આ વર્ષે ભણતર પર પણ જોવા મળ્યો છે. જયારે આ બાબમાં રાજકોટ-સૌરાષ્ટ્રથી મોટા સમાચાર સામે આવ્યા છે.

રાજકોટ – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષા વેકેશન બાદ લેવાનો નિર્ણય લેવાયો છે. તેની સાથે આગામી 5 જૂન સુધી યુનિવર્સિટીના ભવનો અને કોલેજોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના કાળથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એકેડેમિક કેલેન્ડર રફેદફે થઈ ગયું છે. એકેડેમિક કેલેન્ડર મુજબ દ્વિતીય સત્ર 24 મે ના પૂર્ણ થવાનું હતું.

રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાને હાહાકાર મચાવી દીધો છે. રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસોમાં વધારો જોવો મળી રહ્યો છે. જેના કારણે રાજકોટ – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ પરીક્ષા વેકેશન બાદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનાથી એ સ્પસ્ટ છે કે, કોરોનાના સંક્રમણ રોકાઈ તે માટે યુનિવર્સીટીનો નિર્ણય યોગ્ય કહેવામાં આવી શકે છે.