સુરતથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ટેક્સટાઇલને લઈને એક મોટી જાણકારી સામે આવી છે. સુરત ટેક્સટાઇલ એક્સપોર્ટ નવી શરૂઆત કરવામાં આવી છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પ્રથમ વખત વિદેશમાં એક્ઝિબિશન યોજવામાં આવી રહ્યું છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, સુરત ટેક્સટાઇલ એક્સપોર્ટની આ નવી શરૂઆત છે.

ચેમ્બર દ્વારા અમેરિકામાં ગ્લોબલ ટેક્સટાઇલ ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. અમેરિકાના એટલાન્ટામાં તા 9 ,10, અને 11 ત્રણ દિવસ ટેક્સટાઇલ એક્ઝિબિશન યોજાશે. તેની સાથે સુરતના 59 ટેક્ષટાઇલ ઉદ્યોગકારો તેમાં ભાગ લેવાના હોવાનું સામે આવ્યું છે.

આ સિવાય સુરત સહિત જુદા જુદા ભારતીય કાપડ અને બનાવટની પ્રોડક્ટ પ્રદર્શિત કરવા આવશે. સુરત ટેક્ષટાઇલ ઉદ્યોગને આ એક્ઝિબિશનથી મોટો ફાયદો થવાની શક્યતા રહેલી છે. તેની સાથે વિદેશમાં પણ સીધો વેપાર વધવાની શક્યતા રહેલી છે. કેમકે આ રીતે સુરત ટેક્સટાઈલ ઉદ્યોગ કોરોના કાળથી બહાર આવવા માટે પ્રયાસ કરી રહ્યું છે.