વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી પણ સક્રિય બનેલી છે. આમ આદમી પાર્ટીની સક્રિયતાને જોતા ભાજપ પણ એક્શન મોડ પર આવી ગઈ છે. ભાજપ દ્વારા સતત રેલીઓ કરવામાં આવી રહી છે. એવામાં સૌરાષ્ટ્રથી ભાજપને લઈને સમાચાર સામે આવ્યા છે.

પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ ડો ભરત બોધરા સૌરાષ્ટ્ર ના મજબૂત નેતા તરીકે સામે આવ્યા છે. ડો ભરત બોધરા એ જામનગર ના ધ્રોળમાં ભાજપ ના કાર્યકરો સાથે બેઠક કરવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી લક્ષી તૈયારીઓ ને લઈ બેઠક કરવામાં આવી છે.

તેની સાથે આટકોટ ના PM ના સફળ કાર્યક્મ બાદ ડો ભરત બોધરા સૌરાષ્ટ્ર ની નેતાગીરી સંભાળી છે. રાજકોટ શહેર અને જિલ્લા માં ડો ભરત બોધરા બેઠક અને કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહે છે. જ્યારે એક વાત તો સ્પષ્ટ છે કે, રાજ્યમાં હાલ ભાજપ દ્વારા વિધાનસભાની ચુંટણી પહેલા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે.