રાજકોટમાં 19 દિવસ પહેલા આપઘાતની ઘટના સામે આવી હતી. રાજકોટની એક હોટલમાં પ્રેમી-પંખીડાએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં જાણકારી સામે આવી છે કે, જેમાં કાલાવડની ધ્રુવા જોશી નામની યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે ભુજના માધાપરના જેમિશ નામના યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ બાબતમાં એક મોટી જાણકારી સામે આવી છે.

રાજકોટ હોટલ નોવામાં યુવતીની હત્યા કર્યા બાદ યુવાન આપઘાતનો પ્રાયસ કર્યો હતો. જ્યારે હવે સમાચાર એવા સામે આવ્યા છે કે આ યુવકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમીયા જેમિશનું મોત નીપજ્યું છે. 19 દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે.

નોંધનીય છે કે, આ યુવક દ્વારા ઝેરી દવા પીધા પહેલા યુવાન દ્વારા પોતાના પરિવારને ફોન કરીને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. જ્યારે રાજકોટના કરણસિંહજી રોડ પાસે આવેલી હોટલ નોવામાં આ ઘટના ઘટી હતી. નોવા હોટલના રૂમ નંબર 301 માં કાલાવડની યુવતીની હત્યા કર્યા બાદ ભુજના યુવક દ્વારા આપઘાતનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં યુવતીનુ મોત થયું હતું. જયારે હવે યુવકનું પણ 19 દિવસ બાદ મોત થઈ ગયું છે.