ગુજરાતમાં વધુ એકવાર ડ્રગ્સને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ત્યારે આજે વધુ એક ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ગુજરાતનાં દરિયાકાંઠેથી ફરીવાર ડ્રગ્સ ઝડપાયું છે. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી ઓછી થવાનું કે બંધ થવાનું નામ નથી લઈ રહી. આટલો કડડ બંદોબસ્ત હોવા છતાંય ડ્રગ્સ હજુ પણ ગુજરાત બોર્ડરથી આવી રહ્યું છે. દરમિયાન આજે ફરી રાજ્યમાં ડ્રગ્સ ધૂસાડવાના પ્રયાસમાં પાકિસ્તાની બોટ સાથે 6 શખ્સની 77 કિલો હેરાઈન સાથે ધરપકડ કરવામાં આવી છે.

ATSની ટીમે 400 કરોડનું ડ્રગ્સ ઝડપી પાડયું છે. પાકિસ્તાની બોટમાંથી 77 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. જેમાં 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ-ATSનું સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે ઇન્ડિયન કોસ્ટગાર્ડે ટ્વિટ કરી માહિતી આપી છે. જે અલ હુસેની નામની બોટ ડ્રગ્સ સાથે ઝડપાઇ છે. ગુજરાતના જખૌ દરિયાકાંઠેથી 6 પાકિસ્તાનીઓ ઝડપાયા છે. તેમજ બોટને વધુ તપાસ માટે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌના દરિયાકાંઠે લાવવામાં આવી છે. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની શખસોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરી રહી છે, જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને કોને મોકલવાનું હતું? આ ડ્રગ્સના કાંડ સાથે કોણ જોડાયેલ છે. તમામ પાસાઓને આવરી લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાની બોટમાંથી આ 77 કિલો ડ્રગ્સ ઝડપાયુ તેનું નામ ઓલ હુસૈન હોવાનુ પણ સામે આવ્યુ છે. આ મામલે વધુ લોકોની સંડોવણી હોઇ શકે છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ થોડા દિવસો પહેલા જ રાજ્યમાં દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાનો મામલો સામે આવ્યો હતો. જે દેવભૂમિ દ્વારકામાંથી ઝડપાયું હતું.

દરિયાકાંઠે કરોડો રૂપિયાના હેરોઇન હેરાફેરીનો મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાની બોટ હેરોઇનનો જથ્થો લઈ કરાચીથી નીકળી હતી. રાત્રે 2 વાગ્યે ગુજરાત ats અને ભારતીય કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દરિયામાં ઇન્ટરનેશલ મેરિટાઇમ બાઉન્ટરી લાઇન પરથી બોટ પકડવામાં આવી છે. ગુજરાત atsએ ડ્રગ્સ રીસીવરની અટકાયત કરી દીધી છે.

ગુજરાતનો એક ડ્રગ્સ પેડલર રિસીવ કરવાનો હતો, જે બાદ કરોડો રૂપિયાનું હેરોઇન દરિયાથી પંજાબ જવાનું હતું. અગાઉ પણ પકડાયેલ કરોડોનું હેરોઇન પંજાબ મોકલવાનું હતું.આ સમગ્ર કેસમાં બપોરે ગુજરાત ડીજીપી આશિષ ભાટિયા માહિતી આપશે..6 પાકિસ્તાની ધરપકડ અને ડ્રગ્સ ના નેટવર્ક ને લઈને ખુલાસો કરશે.