સુરતમાં પાસ દ્વારા ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં હતું. સુરતના સરથાણા ખાતે ત્રિરંગા રેલી યોજાવવાની હતી. આ ત્રિરંગા યાત્રાને પરમિશન આપવામાં આવી નથી. આજે ત્રિરંગા યાત્રા યોજવાને પગલે પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરવામાં આવ્યો હતો. આ રેલી રોકવા માટે પોલીસ ગોઠવવામાં આવી હતી.

ખેડૂતના સમર્થન સાથે સરકારી કોલેજ જેવી માંગને લઈ રેલી યોજવવાની હતી. ત્યારે આ મામલે પાસ દ્વારા પહેલાથી જ ચેતવણી આપી હતી કે પરમિશન નથી પરંતુ રેલી તો નીકળશે.

આ રેલી નીકળતાની સાથે પાસ કન્વીનર અલ્પેશ કથિરિયા સુરતમાં ત્રિરંગા રેલી કાઢતા પોલીસે અટકાયત કરી છે. અલ્પેશ કથીરિયાની અટકાયત કરવામાં આવી છે. પાસ કન્વીનર ત્રિરંગા યાત્રા દ્વારા ખેડૂતોના સમર્થનમાં અને વરાછામાં સરકારી કોલેજ જેવી માંગને લઇને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતું.

પોલીસ દ્વારા તિરંગા યાત્રા અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી અલ્પેશ કથીરિયા સહિત 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.