અમદાવાદવાસીઓને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેમ કે અમદાવાદને વધુ એક બ્રીજ મળવા જઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદની ટ્રાફિકની સમસ્યાને લઇ વધુ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં વધુ એક અન્ડરબ્રીજ નું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. તે થોડા જ સમયમાં તૈયાર થઈ જશે.

અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પર અંડરબ્રિજનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. આ અંડરબ્રિજ બનતાની સાથે ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થશે. જ્યારે રિંગ રોડથી આવતા જતા વાહનોને મુશ્કેલી પડશે નહીં. વૈષ્ણવ દેવી સર્કલ પર થતા ટ્રાફિકની સમસ્યાથી પણ મુક્તિ મળી જશે.

નોંધનીય છે કે, વૈષ્ણવદેવી સર્કલ પર અંડરબ્રિજમાં કામની સાથે ભારે ટ્રાફિક પણ જોવા મળે છે. તેમ છતાં આ અંડર બ્રિજ નું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. જેના લીધે વૈષ્ણવદેવી સર્કલ પાસે થનારો ટ્રાફિક જામ ઘણો ઓછો થઈ જશે. જ્યારે જાણકારી સામે આવી છે કે, આ બ્રીજ અમદાવાદવાસીઓને જલ્દી મળવા જઈ રહ્યો છે.