રાજ્યમાં સતત કોરોનાની કહેરની સાથે ઓમીક્રોનના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. તેના લીધા સરકારની પણ ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે હવે તેની ઈફ્કેટ સુરતમાં વીર નર્મદ દ ગુજ યુનિવર્સીટી પર પણ જોવા મળી છે.

સુરતમાં વીર નર્મદ દ ગુજ યુનિ ફરી ઓન લાઇન પરીક્ષા લેશે. ઓમીક્રોન ઇફેક્ટ ના પગલે એકેડેમિક કાઉન્સિલનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રેજ્યુએટમાં સેમેસ્ટર 1 થી 5 અને પોસ્ટ ગ્રેજ્યુએટ ના 1 થી 3 સેમેસ્ટર ની પરીક્ષા ઓન લાઇન લેવાશે.

તેમ છતાં ગ્રામ્ય અભ્યાસ અને મેનેજમેન્ટ વિદ્યાશાખાની તમામ સેમેસ્ટરની પરીક્ષા ઓફલાઇન લેવામાં આવશે. વિદ્યાર્થીઓને તૈયારી માટે સમય મળે તે માટે નિર્ણય લેવાયો નથી. નોંધનીય છે કે, કોરોનાના કેસ સતત સ્કુલો અને કોલેજોમાં આવી રહ્યા છે તેના લીધે સતત ભયનો માહોલ ઉભો થઈ રહ્યો છે. જ્યારે હવે તેની અસર વીર નર્મદ દ ગુજ યુનિવર્સીટી પર પણ જોવા મળી છે.