રાજકોટથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચકચારી સ્ટોન કિલર કેસ મામલાને લઈને મોટી માહિતી સામે આવી છે. સ્ટોન કિલર આરોપી હિતેશ રામાવત ઉર્ફે બાડો નિર્દોષ છૂટ્યો છે. યોગ્ય પુરાવા અને શંકાના આધારે છોડવાનો નિર્દોષ આપવામાં આવ્યો છે. રાજકોટ કોર્ટ દ્વારા ચુકાદો
આપવામાં આવ્યો છે. હિતેશ રામાવતનો નિર્દોષ છુટકારો મળ્યો છે.

 

નોંધનીય છે કે, આ અગાઉ રાજકોટમાં બહુ ચર્ચિત સ્ટોન કિલરે જેલમાં આતંક મચાવ્યો હતો. સ્ટોન કિલર જેલમાં બંધ ભુજના સાથી કેદીને પરેશાન કરતો હતો. જે અંતર્ગત સાથી કેદીએ માથા પછાડી ઇજા પહોંચાડી હતી. સાથી કેદી દ્વારા ફરિયાદ કરવામાં આવશે જેના ડરથી સ્ટોન કિલરે આત્મહત્યા કરવાનું નાટક પણ રચ્યું હતું.

હિતેશ રામાવત નામના સ્ટોન કિલરે એક કરતાં વધુ દવા પી આત્મહત્યાનું નાટક રચ્યું હતું. તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્ટોન કિલર હિતેશ રામાવત અને સાથી કેદી દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ આજે તેને મહત્વની રાહત મળી ગઈ છે. ચકચારી સ્ટોન કિલર કેસથી છુટકારો મળ્યો