ગઢડા સ્વામિનારાયણ મંદિરના વિવાદને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગઢડાના SP સ્વામી માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે.
હાઇકોર્ટ માંથી SP સ્વામીને રાહત મળી છે. SP સ્વામીને તડીપાર કરવાના હુકમને હાઇકોર્ટ એ રદ કર્યો છે. બોટાદ માંથી SP સ્વામીને તડીપાર કરાયા હતા.

હાઇકોર્ટના હુકમ બાદ SP સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ કરી મોટું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, ધાર્મિક જગતના સાધુ તરીકે આનંદ છે, એટલા માટે કે ભગવા વસ્ત્ર પહેર્યાં છે અને ગરીમાં તેની જળવાઈ છે. હાઇકોર્ટે ઓર્ડરમાં સ્પષ્ટ કહ્યું કે સરકારી તંત્રનો ખોટો ઉપયોગ કરાયો છે. હાઇકોર્ટે ત્યાં સુધી લખ્યું કે પોલીસ તંત્ર અને અન્યના દબાણમાં આવી જિલ્લા પ્રશાસને ખોટી રીતે તડીપાર કર્યા હતા.

વિજય રૂપાણી સરકાર પર SP સ્વામીએ મોટો આરોપ લગાવ્યો કે, રૂપાણી સરકારના રાજમાં ગઢડા મંદિરનું ઇલેક્શન કરી સામેના પક્ષના ખોટી રીતે બેસ્યા. ટ્રસ્ટના ચેરમેનને લાફો મારી બહાર કાઢી મૂકે તેવી ઘટના બની છતાં રૂપાણી સરકારમાં જાણ કરી પણ કઈ થયું નહિ. SP સ્વામીએ રૂપાણી સરકાર સામે ખુલીને નારાજગી વ્યક્ત કરી.

ભુપેન્દ્ર પટેલ આવ્યા છે અમને વિશ્વાસ છે જે અન્યાય થયો છે તેમાં ન્યાય મળશે.હાઇકોર્ટએ પોતાના ઓર્ડરમાં નોંધ્યું છે કે તંત્રનો ખોટો ઉપયોગ કરી તડીપાર કરાયા હતા