રાજકોટમાં મોટું કૌભાંડ – ક્રિપ્ટો કરન્સીના રોકાણમાં છેતરપિંડીનો આંક 1 કરોડે પહોંચ્યો….!

રાજકોટમાં ક્રિપટોકરન્સી ના રોકાણ નામે ઠગાઈનું પ્રકરણ સામે આવ્યું છે. સુરત ના બન્ને આરોપીઓને 12 દિવસ ના રિમાન્ડ પર રખાયા છે. ક્રિપ્ટોકરન્સી ના રોકાણમાં છેતરપિંડીનો આંક એક કરોડ સુધી પહોંચી ગયો છે. આરોપીની પૂછપરછ માં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
સુરત કરતા રાજકોટમાં વધુ રિસ્પોન્સ મળ્યો હતો. સુરત ના બ્રિજેશ ગડિયાળ અને કિરણ પચાંસરા બન્ને રિમાન્ડ પર રહેલા છે. બે આરોપીઓ દુબઈ ભાગી ગયા છે. ક્રિપ્ટોકરન્સી ના નામે રોકાણની આકર્ષક સ્કીમ આપવાની સાથે રાજકોટના એડવોકેટ સહિત અનેક લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવી સુરતના ચાર વ્યક્તિ દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી.
જ્યારે આ મામલે પોલીસ દ્વારા બે શખ્સને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે અન્ય એક આરોપી દુબઇ નાસી ગયો હતો. યુનિવર્સિટી રોડ પરના જલારામ પ્લોટ માં રહેનાર એડવોકેટ મહેન્દ્રભાઇ દાદભાઇ વાળા દ્વારા છેતરપિંડી વિશ્વાસઘાત અંગે ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
એડવોકેટ મહેન્દ્ર ભાઇ દાદભાઇ દ્વારા નોંધવામાં આવેલ તેમને આરોપી તરીકે સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડિયાલ, કિરણ વનમાળીદાસ પંચાસરા, ધવલ લહેરી અને હિતેશ ગુપ્તાના નામનો સમાવેશ કર્યો છે.