વડોદરામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે. મહેસુલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ છાણી સ્થિત મહાવીર સ્વામી પ્રાથમિક શાળા ખાતે શરૂઆત કરાવવામાં આવી છે. પ્રથમ દિવસે દિવ્યાંગ સહિત 20 બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો છે.

તેની સાથે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની શિક્ષકોને ટકોર પણ કરી છે. હું આજે શાળામાં સમયસર આવ્યો, શિક્ષકોએ પણ સમયસર આવવું જોઈએ. શિક્ષકો પોતાના બાળકોને ખાનગી શાળામાં મૂકે છે, સરકારી શાળામાં સારું શિક્ષણ આપવું જોઈએ. શિક્ષકોએ સફાઈ રાખવી જોઈએ, બાળકોની માતા પિતાની જેમ કાળજી રાખવી જોઈએ.

દેશના તમામ રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સુવિધાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલાં શરૂ કરેલી શિક્ષણની વિવિધ યોજનાઓનો લાભ આજે ગુજરાતને મળી રહ્યો છે. તેની સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, હાલમાં સરકાર દ્વારા શિક્ષકને લઈને સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.