GSSSB દ્વારા રવિવારના લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું હિંમતનગર તાલુકામાં થી પેપર લીક થયાનો મામલો સામે આવતા રાજકારણ ગરમાવો આવી ગયો છે.હેડ ક્લાર્કનું પેપર લીક થયા ને લઈને મામલો હાલ ચર્ચામાં છે. હવે આ મામલે 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે પેપર લીક કરવાના મુખ્ય 10 પૈકી 8 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. અન્યની શોધખોળ ચાલું છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ધ્રુવ બારોટ, મહેશ પટેલ (ન્યુ રાણીપ), કુલદીપ પટેલ (કણિયોલ, હિંમતનગર), દર્શન વ્યાસ, સુરેશ પટેલ (હિંમતનગર), ચિંતન પટેલ (પ્રાંતિજ) હોવાનું જણાવ્યું છે. જયારે બાકીના ચાર આરોપીઓ પણ રડારમાં છે. ઝડપથી ધરપકડ કરાશે તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતુ

આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 406, 420, 409, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે. જેમાં મુખ્ય શંકાસ્પદ આરોપીએ પેપર લીક, સોલ્વ કર્યુ છે. તથા પ્રાથમિક તપાસમાં 10 લોકોના નામ સામે આવ્યા છે. જેમાં તપાસ માટે પોલીસની 24 ટીમ બનાવાઈ છે. તેમાં દાખલારૂપ કાર્યવાહી કરાશે તેમ પણ હર્ષ સંઘવીએ જણાવ્યું છે.

પેપરલીક મામલે અત્યારે પોલીસે કુલ 30 લાખ રૂપિયા રિકવર કર્યા છે. ત્યારે આજે આ અંગે મહત્વની બેઠક મળી હતી. બેઠક બાદ હર્ષ સંઘવીએ જણાવ્યું કે, પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.

હાલમાં રાજ્યમાં ગૌણ સેવા દ્વારા લેવાયેલી પરીક્ષા લીક મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી નિવેદન સામે આવ્યું છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તત્કાળ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને ગુહ વિભાગના સિનિયર અધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવી છે. પોલીસ વિભાગે ગણતરીના કલાકોમાં જ 8 જેટલા આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. જે ગણતરીના દિવસમાં 14 આરોપીની ધડપકડ કરવામાં આવી છે.

પોલીસે પ્રાતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કર્યો છે. પેપર લેનાર લોકોને પકડવામાં આવશે. હજી તપાસ ચાલી રહી છે. આ રૂપિયાની રકમ વધશે. પોલીસે આજ દિન સુધી 30 લાખ રિકવર કર્યા છે. પ્રિન્ટિંગ પ્રેસના કર્મચારી સામે કડક પગલાં લેવામાં આવશે. આ કેસ હિસ્ટ્રોરિકલ સમયમાં પૂરો થાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેવી રીતે કેસ ચલાવાય તેની વિચારણા થઈ રહી છે. જો કે ગૌણ સેવા દ્વારા લેવાયેલી લેખિત પરીક્ષા રદ કરવામાં આવી છે. આ પરીક્ષા ટૂંક સમયમાં ફરીથી લેવામાં આવશે. જે માર્ચ મહિનામાં પરીક્ષા લેવામાં આવશે.

આ ગૌણ સેવાની હેડક્લાર્ક પરીક્ષા રદ કરવામાં આવી છે. જેને લઈને આજે પત્રકાર પરીષદમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું છે કે આ પેપર લીકમાં સામેલ આરોપીને પકડી પાડ્યા છે અને તેની વધુ તપાસ ચાલુ છે. જેમની પાસેથી 30 લાખ જેટલી રકમ પણ જપ્ત કરી લેવામાં આવી છે. જેમને આ તમામ આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાનું વચન આપ્યું છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. માર્ચ મહિનામાં ફરી પરીક્ષા લેવામાં આવશે. જુના ઉમેદવારો ફરી પરીક્ષા આપી શકશે. જેને ફોર્મ ભર્યા છે તે પરીક્ષામાં લાયક ગણાશે. 70 વિદ્યાથી પેપર લીધા છે તે પરીક્ષા નહિ આપી શકે. ગૌણ સેવા પસંદગી મંડળ જ પરીક્ષા લેશે. જો કે, ગૃહ રાજ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામાં મામલે જવાબ આપવાનો ટાળ્યો છે.