રાજ્યમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. એવામાં ભાજપ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપનું ૨૦૨૨ની ચુંટણી મંથન યથવાત જોવા મળી રહ્યું છે. પાટીલ બે દિવસના સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે છે.

તે વન ડે વન દીસ્તિક કાર્યક્રમ અતર્ગત સુરેન્દ્રનગરમાં ૩૬ કલાકમાં વિતાવશે. ૨૦૨૨ની ચુંટણી પહેલા સુરેન્દ્રનગર વિધાનસભાની બેઠકો ચિતાર મેળવશે. સુરેન્દ્રનગરની પાચ બેઠકો માટે પાટીલ રોડ શો-૧૧ બેઠકો યોજશે. સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવિષ્ટ 5 બેઠકો અગે પાટીલ મંથન કરશે. આ સિવાય દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધાગધા બેઠકના લેખ જોખા લેશે. 5 બેઠકો માંથી હાલ ભાજપ પાસે 3 અને કોગેસ પાસે 2 બેઠકો છે. ચોટીલા અને દસાડા બેઠક કોંગ્રેસ પાસે છે અને લીંબડી, વઢવાણ અને ધાગધા ભાજપ પાસે છે. દસાડા બેઠક ૨૦૧૨માં ભાજપને ફાળે રહી હતી. પૂર્વ મત્રી રમલલાલ વોરાને ઇડરને બદલે દસાડા લડાવતા હાર થઈ હતી.

આ સિવાય ૨૦૧૭ માં લીબડી બેઠક પણ કોગેસ જીત્યું હતું. ૨૦૧૭માં લીબડી બેઠક પર સોમા પટેલના રાજીનામાં બાદ પેટા ચૂંટણીમાં જીત્યું હતું. લીંબડી બેઠક ની તાસીર રહી છે, પેટા ચૂંટણીમાં ભાજપ જીતતું આવ્યું છે. વઢવાણ બેઠક ભાજપ ઓછા માર્જીન જીતતી બેઠક છે, જેમાં ત્રણ ટર્મ ભાજપ જીતે છે. ધાગધા બેઠક પણ કોંગ્રેસને રહી પરતું પક્ષ પલટો બાદ ભાજપ ને ફાળે રહી હતી. કોગેસના પરસોતમ સાબરીયા જીત્ય પરતું કોગેસ છોડી ભાજપમાં જોડાયા બાદ ધાગધા બેઠક જીત મેળવી છે. ચોટીલા બેઠક કોગેસનો ગઢ રહ્યો છે, તેમાં ગાબડુ પાડવા ભાજપ એડીચોટી જોર લગાવી રહ્યું છે.