યુવા મતદારોને આકર્ષવા ભાજપનો માસ્ટર સ્ટ્રોક, જાહેર કરી આ રણનીતિ….

ભાજપના યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટનું નિવેદન સામે આવ્યું છે. 25 ડિસેમ્બરે ભાજપ શુશાસન દિવસ ઉજવણી કરશે. યુવા મોરચા દ્વારા 19 દિવસ સુધી વિસ્તારક યોજના કરશે. નવા મતદારો શુભેચ્છક બનાવવાનનું કામ કરશે. યુવા મોરચા દ્વારા ત્રણ તબક્કામાં કામ કરશે. જેમાં યુથ ચલા બુથ કાર્યક્રમ આપશે. બેરોજગારી અને પેપરલીક અંગે ભાજપનાં યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટનું નિવેદન સામે આવ્યું છે.
યુવા મિત્ર કામગીરી આ યુવા નેતાઓ જોડાશે. જે યુવાનો સાથે રહીશું તો યુવાનો જોડાશે. આજનો યુવાન ભાજપની વિચારસરણી સાથે જોડાયો છે. કોગેંસના સમયમાં પેપરલીક થતા પગલાં લેવાતા નહોતા. અમારી ભાજપની સરકાર પેપરલીક કરતા લોકો છોડશે નહિ. આગામી સમયમાં યુથ ચલા બુથ મહાસંપર્ક અભિયાન, યુવા સંમેલન સહિતના આયોજનો અંગે માહીતી અપાઇ હતી.
જો કે, આજ રોજ જસદણ શહેર ખાતે વિસ્તારક યોજના અંતર્ગત અને યુવા જોડો અભિયાન મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત જસદણ શહેર યુવા ભાજપ પ્રભારી જતીનભાઈ સિદપરા જસદણ તાલુકા યુવા ભાજપ પ્રભારી હાર્દિકભાઈ રાદડીયા ઉપરાંત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા.