હાલના સમયમાં સતત લોકો પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. જ્યારે અમદાવાદના કપડા વેપારીઓએ જીએસટીના વધારા સામે બ્યૂગલ ફુંક્યુ છે. જીએસટીને કાપડના વેપારીઓમાં ચરુ ઉકાળતો જોવા મળ્યો છે. ટેક્સટાઈલ માર્કેટોમાં વિરોધ પ્રદર્શિત કરતા બેનરો લાગ્યા છે. જરૂર પડે તો સરકાર સામે આંદોલન કરવાની પણ તૈયારી રહેલી છે.

પાંચકુવા મહાજન વેપારીઓની જીએસટીને લઇને બેઠક મળી છે. કાપડ પર રહેલો 5 ટકા જીએસટી ૧૨ ટકા કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જીએસટી ૧૨ ટકા થતાં કપડાંના ભાવમાં તોતીંગ વધારો થશે. કોવિડ કાળમાં રો મટીરીયલ ના ભાવ વધતાં કપડું મોંઘુ બન્યું છે.

 

ચાઇનાથી આવતું રો મટીરીયલ અટક્યું અને કોટન યાર્ન સહિતના ભાવ વધતાં કપડા મોંઘા બન્યા છે. જો ૧૨ જીએસટી થશે તો કપડા વધારે મોંઘા થશે. કપડાના ભાવમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થશે. કાપડ અને રેડીમેઇડ કપડા ઉધારી પર ચાલતો હોવાથી વેપારીઓ માટે ૧૨ ટકાનો જીએસટી સૌથી મોટી સમસ્યા છે. હોલ સેલ અને રીટેઇલ વેપારીઓ માટે વર્કીંગ કેપીટલ વધારવાની ફરજ પડશે. વેપારીઓની સરકારને રજુઆત કે કાપડ અને રેડીમેઇડ કપડા પર 5 ટકા જીએસટી યથાવત રાખે.