જો કર્ફ્યુમાં બહાર નીકળ્યા તો રંગમાં પડશે ભંગ, પોલીસ કમિશનરનો મહત્વનો આદેશ

રાજકોટમાં આજે શહેર પોલીસની કસોટી છે, જે રાજકોટ શહેર પોલીસ ની આજે ડબલ ડ્યુટી જોવા મળી રહી છે. ત્યારે આજે દિવસે CM નો રોડ શો અને રાત્રે થર્ટી ફર્સ્ટની ઉજવણી નો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આજે વર્ષ ૨૦૨૧નો છેલ્લો દિવસ છે. ત્યારે પોલીસ કમિશનર થી લઇને પોલીસમેન ઉપરાંત SRP ની ચાર ટુકડી મેદાનમાં ઉતરશે.
31 ડીસેમ્બરના રોજ નવા વર્ષની પાર્ટીઓ અને રસ્તાઓ પર ફરતા લોકો માટે રાજકોટ પોલીસે કમર કસી છે અને જો કોઈ પણ વ્યકતિ કર્ફ્યુ ભંગ કે નિયમોને તોડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જો કે, થર્ટી ફર્સ્ટના દિવસે હોટલ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ કે કલબથી માંડી પ્રાઈવેટ પ્લોટમાં મોડી રાત્રી સુધી ઉજવણીઓ કરવામાં આવતી હોય છે. ત્યારે આ ઉજવણીઓ દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને વાહનોનું કડક ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આજે રાત્રે ૧૨ કલાકે નૂતન વર્ષ ૨૦૨૨ને આવકારવા જિલ્લામાં કેટલા સ્થળોએ યોજાનાર પાર્ટીઓ ઉપર પોલીસની બાજ નજર રાખવામાં આવશે. શહેરી વિસ્તારોમાં અલગ-અલગ પોઈન્ટ ઉપર પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે આ ઉપરાંત હાઈવે ઉપરની ચેકપોસ્ટ ઉપર પણ ચેકીંગ કરવામા આવશે. આજે 31 ડિસેમ્બરે રાત્રે રાજકોટ પોલીસ છાવણીમાં ફેરવાઈ જશે અને મોડી રાત સુધી રસ્તાઓ સોસાયટી અને જાહેર સ્થળો પર પોલીસ જવાનો જોવા મળશે.