વડોદરામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક કોઈક દ્વારા તળાવમાં ૨૦૦૦ ની નોટોના બંડલ ફેંકવામાં આવ્યા હોવાની ઘટના સામે છે. કેમકે તળાવમાં ફેંકવામાં આવેલ આ નોટો બંડલની કિંમત ઘણી વધુ છે. જ્યારે આ કેમ ફેંકવામાં આવી તેને લઈને પણ એક સવાલ છે.

વડોદરા ના કમલાનગર તળાવમાંથી સફાઈ દરમ્યાન 2000 ની નોટો ના બંડલ મળી આવ્યા છે. 5.30 લાખ ની બે હજાર ની નોટો સફાઈ સેવક ને મળી આવી છે. વડાપ્રધાન ના કાર્યક્રમ વખતે તળાવ સફાઈ કરવામાં આવી હતી. આ દરમ્યાંન પાણીમાં તરતા બંડલો મળી આવ્યા હતા.

જ્યારે બાપોદ પોલીસ ને જાણ કરતા પોલીસ દ્વારા નોટો કબ્જે લઈ લેવામાં આવ્યા છે. નોટો ફેંકનાર ને શોધવા પોલીસે 15 જેટલા સીસીટીવી ચેક કર્યા છે. આ સમય દરમ્યાન એક હોસ્પિટલ ગ્રુપ પર આઇટી નું સર્ચ ઓપરેશન ચાલતું હતું તેથી આઇટીથી બચવા બંડલ તળાવમાં ફેક્યા હોવાની આશંકા છેવાઈ રહી છે.